New Coronavirus Strain : કોરોનાનું આ નવું સ્વરૂપ કેટલું જોખમી? ભારતે કેમ સાવચેત રહેવાની જરૂર છે... ખાસ જાણો

દેશમાં લેટેસ્ટ આંકડા પર નજર ફેરવીએ તો કોરોના કાબૂમાં થતો જોવા મળી રહ્યો છે પરંતુ બ્રિટનમાં કોરોના વાયરસના નવા પ્રકારના હાહાકારથી ભારત સહિત આખી દુનિયાની મુશ્કેલીઓ વધી ગઈ છે.

New Coronavirus Strain : કોરોનાનું આ નવું સ્વરૂપ કેટલું જોખમી? ભારતે કેમ સાવચેત રહેવાની જરૂર છે... ખાસ જાણો

નવી દિલ્હી: દેશમાં લેટેસ્ટ આંકડા પર નજર ફેરવીએ તો કોરોના કાબૂમાં થતો જોવા મળી રહ્યો છે પરંતુ બ્રિટનમાં કોરોના વાયરસના નવા પ્રકાર (New Coronavirus Strain)ના હાહાકારથી ભારત સહિત આખી દુનિયાની મુશ્કેલીઓ વધી ગઈ છે. આ નવા વાયરસથી સંક્રમણ ખુબ ઝડપથી ફેલાય છે. વૈજ્ઞાનિકોએ આ નવા પ્રકારના કોરોનાની ઓળખ કર્યા બાદથી આખી દુનિયામાં ડરનો માહોલ છે. કહેવાય છે કે વાયરસનો નવો પ્રકાર પહેલા કરતા વધુ ખતરનાક લાગી રહ્યો છે અને તે આનુવાંશિક રીતે બિલકુલ અલગ છે. 

દેશમાં કોરોનાના નવા 23,950 દર્દી
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 23,950 દર્દીઓ નોંધાયા છે. જેમાંથી  2,89,240 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. જ્યારે 96,63,382 દર્દીઓ સાજા થઈ ગયા છે. કોરોનાના કુલ કેસનો આંકડો હવે 1,00,99,066 પર પહોંચી ગયો છે. એક જ દિવસમાં કોરોનાએ 333 લોકોનો ભોગ લીધો છે. આ સાથે કુલ મૃત્યુઆંક 1,46,444 પર પહોંચ્યો છે. ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલના જણાવ્યાં મુજબ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના  16,42,68,721 ટેસ્ટ થયા છે. જેમાંથી 10,98,164 સેમ્પલનું ટેસ્ટિંગ ગઈ કાલે કરાયું. 

કોરોનાના નવા પ્રકારથી હડકંપ મચ્યો
બ્રિટનમાં મળી આવેલા કોરોનાના નવા પ્રકારે ભારત સહિત સમગ્ર દુનિયામાં હડકંપ મચાવી દીધો છે. આ નવો વાયરસ ડિસેમ્બર 2020માં યુકેમાં મળી આવ્યો જેને વૈજ્ઞાનિકોએ VUI-202012/01 નામ આપ્યું છે. તેને પહેલું 'વેરિએન્ટ અંડર ઈન્વેસ્ટિગેશન' કહેવામાં આવી રહ્યું છે. જેમ કે વેરિએન્ટ અંગે વધુમાં વધુ માહિતી માટે વૈજ્ઞાનિકો એ પણ સંશોધન કરી રહ્યા છે કે શું આ મ્યુટેશન ખતરનાક છે. 

રિપોર્ટ્સ મુજબ Sars-Cov-2 નું નવું વેરિએન્ટ જૂના વેરિએન્ટની સરખામણીમાં 70 ટકા વધુ ટ્રાન્સમિટ થઈ શકે છે. પરંતુ હજુ પણ ઘણા પ્રશ્નો એવા છે જેના જવાબ જાણવા તમારા માટે જરૂરી છે. આ નવો પ્રકાર બ્રિટનમાં ખુબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. 

આવો જાણીએ આ નવા પ્રકારના વાયરસ વિશે...

- વાયરસનું રૂપ બદલવું કે મ્યુટેશન તેની પ્રવૃત્તિ હોય છે. જ્યારે પણ વાયરસ પોતાના હોસ્ટની અંદર પ્રવેશ કરે છે ત્યારે ઝડપથી પોતાનું સ્વરૂપ બદલે છે. જો તે રૂપ બદલવામાં નબળો પડે તો તેના સેલ્સ મરી જાય છે. પરંતુ ક્યારેક ક્યારેક જ્યારે હોસ્ટના સેલ્સ નબળા હોય છે ત્યારે તે વાયરસ મજબૂત બની જાય છે અને સંક્રમક બની જાય છે. 

- કોરોના વાયરસ SARS-CoV-2 દુનિયાભરમાં ફેલાઈ રહ્યો છે. પરંતુ આ નવો વાયરસ જે યુકેમાં મળી આવ્યો તે મ્યુટેટ જલદી જલદી થઈ રહ્યો છે અને તેના કારણે તે હોસ્ટને જલદી પોતાનો શિકાર બનાવી શકે છે. ઝડપથી ફેલાવવાના કારણે તે 'સુપર સ્પ્રેડર' પણ કહેવાઈ રહ્યો છે. 

- વિશ્વ આરોગ્ય સંગઠનના જણાવ્યાં મુજબ કોવિડ-19નું આ નવું સ્વરૂપ દક્ષિણ-પૂર્વ ઈંગ્લેન્ડમાં શરૂ થયું છે. આ સ્વરૂપ ડિસેમ્બરમાં રિસર્ચર્સની સામે આવ્યું જ્યારે તેણે દક્ષિણી ઈંગ્લેન્ડના કેટલાક ભાગોમાં વધુ વખત પોતાનું સ્વરૂપ બદલવાનું શરૂ કર્યું. 

- આ નવા વાયરસના જીનોમનો અભ્યાસ કરનારા રિસર્ચર્સે જોયું કે આ વાયરસે 23 વાર મ્યુટેટ કર્યું છે. મ્યુટેશનના કારણે આ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ જ કારણે તે કેટલો જોખમી હોઈ શકે છે તેના પર રિસર્ચ ચાલુ છે. બની શકે કે આ વાયરસનો આ પ્રકાર જોખમી હોઈ શકે અથવા તો ઓછો પ્રભાવ પણ હોઈ શકે. 

- નવા વેરિએન્ટમાં સ્પાઈકપ્રોટીન પર આઠ મ્યુટેશન મળી આવ્યા છે. ઈંગ્લેન્ડમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીના એક વાયરસ વિશેષજ્ઞ ડો. રવિ ગુપ્તાએ કહ્યું કે મોડલિંગના અભ્યાસથી ખબર પડે છે કે તે ઈંગ્લેન્ડમાં અત્યાર સુધી થનારા વેરિએન્ટની સરખામણીમાં બમણો સંક્રામક હોઈ શકે છે. 

- ઈમ્પીરિયલ કોલેજ લંડનના એક સાર્વજનિક સ્વાસ્થ્ય શોધકર્તા નીલ ફર્ગ્યુસનનું માનવું છે કે યુનાઈટેડ કિંગડમમાં અન્ય વેરિએન્ટની સરખામણીએ વેરિએન્ટનો ટ્રાન્સમિશન દર 50 ટકાથી 70 ટકા છે. પરંતુ હજુ તેના પર રિસર્ચની જરૂર છે. 

- ઈમ્પીરિયલ કોલેજ લંડનના એક વાયરોલોજિસ્ટ વેન્ડી બાર્કલે કહ્યું કે સંચરણમાં વૃદ્ધિને ઓછામાં ઓછું આંશિક સ્વરૂપ ગણવામાં આવે છે. કારણ કે તે બાળકોને 'વયસ્કો જેટલા અતિસંવેદનશીલ' બનાવી શકે છે. 

- WHOના મહામારી વિશેષજ્ઞ મારિયા વાન કેરખોવે સોમવારે કહ્યું કે 'હજુ સુધી અમારી  પાસે જે જાણકારી છે તે એ છે કે બીમારીમાં પરિવર્તન થયું નથી.' અને તેના પર અભ્યાસ થઈ રહ્યો છે કે તે કેટલો જોખમી છે. જો કે નવા વાયરસના વધુ ગંભીર સ્વરૂપથી લોકો બીમાર બને તેની સંભાવના છે. 

- આ વાયરસ હજુ સુધી ભારતમાં મળ્યો નથી. પરંતુ જે પ્રકારે ઝડપથી ફેલાઈ રહ્યો છે તેનાથી આપણે પણ સાવચેત રહેવાની જરૂર છે. આ જ પ્રકારે કોરોના અગાઉ આખી દુનિયાના અનેક દેશોમાં ફેલાઈ ગયો હતો. 

- આમ તો ફાઈઝર અને મોર્ડના રસીનું કામ ઝડપથી ચાલી રહ્યું છે અને રસીકરણની શરૂઆત પણ થઈ ગઈ છે. આ બંને રસી ઉપરાંત અનેક અન્ય રસીઓ ઉપર પણ કામ ચાલુ છે. આ રસી નવા કોરોનાના પ્રકાર સામે લડવામાં સહાયક રહી શકે છે. પણ શરત એ છે કે તેના મ્યુટેશનની યોગ્ય માહિતી મળે અને તેના પર આ રસી કારગર સાબિત થાય. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news